News Continuous Bureau | Mumbai
Karnataka Police Seized: દેશમાં હાલ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કર્ણાટકમાં બિનહિસાબી રોકડ, સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. રવિવારે કર્ણાટકના બલ્લારીમાં એક ઘરમાંથી રૂ. 5.60 કરોડની બિનહિસાબી રોકડ અને 106 કિલો સોના-ચાંદીના દાગીના જેની અંદાજે કિંમત રૂ. 2 કરોડ હતી તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
મિડીયા રિપોર્ટ અનુસાર, પોલીસને મળેલી બાતમીના આધારે બ્રુસપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલરી શોપના ( jewelery shop ) માલિકના ઘરે દરોડો ( Raid ) પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. અહેવાલ મુજબ, જ્વેલરી શોપના માલિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીની ( Lok Sabha elections ) જાહેરાત બાદથી ઘણા રાજ્યોમાં માહિતીના આધારે જપ્તી કરવામાં આવી રહી છે…
કર્ણાટક પોલીસ એક્ટની કલમ 98 હેઠળ જ્વેલરી શોપના માલિકના સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ ( Gold and silver jewellery ) આવકવેરા વિભાગ (IT)ને સોંપવામાં આવશે.આ પછી IT વધુ તપાસ હાથ ધરશે.
#WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm
— ANI (@ANI) April 8, 2024
આ સમાચાર પણ વાંચો : Supreme Court: દેશમાં આ વિશિષ્ટ પક્ષીની પ્રજાતિ થઈ રહી છે ગાયબ, જળવાયુ પરિવર્તન જીવનના અધિકારની ગેરંટી પર અસર કરે છે: સુપ્રીમ કોર્ટ
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી ઘણા રાજ્યોમાં માહિતીના આધારે જપ્તી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી જપ્ત કરાયેલ ગેરકાયદેસર દારૂ, માદક દ્રવ્ય, રોકડ અને અન્ય સામગ્રીની કુલ કિંમત 500 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ લોકસભા માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી ચૂંટણી પંચની સૂચના પર વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા માદક દ્રવ્યો, દારૂ, કિંમતી ધાતુઓ, બિન હિસાબી રોકડ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં આ માલસામાન અને અન્ય ચીજવસ્તુઓની કિંમત રૂ. 510 કરોડ હોવાનો અંદાજ છે. આ આંકડો 2019માં જ્યારે આચારસંહિતા લાગુ હતી ત્યારે થયેલી જપ્તીઓ કરતા 992 ટકા વધુ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)