ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો થયો છે. જોકે હજી પણ રાજ્યના અમુક જિલ્લામાં કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના નવા કેસમાંથી 76 ટકા કેસ મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લા કોરોનામુક્ત થવાની તૈયારીમાં છે. પરંતુ અમુક જિલ્લામાં કેસનો ઘટાડો થતો ન હોવાથી સરકારની ચિંતા વધી ગઈ છે.
રાજ્યમાં 20થી 26 ઓક્ટોબર દરમિયાન કુલ 10,231 નવા કેસ નોંધાયા હતા, તેમાંથી પાંચ જિલ્લાઓમાં 7,751 એટલે કે 76 ટકા કેસ નોંધાયા છે. જયારે બાકીના 30 જિલ્લામાં ફકત 2,480 (24 ટકા) નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ 2,719 કેસ સાથે મુંબઈ પહેલા નંબરે છે. 2,161 કેસ સાથે પુણે બીજા નંબર પર અને ત્રીજા નંબર 1,264 કેસ સાથે થાણે, ચોથા નંબરે 1,202 કેસ અહમદનગર અને 405 કેસ સાથે રાયગઢ પાંચમા નંબરે છે.
આ બૉલિવુડ સ્ટાર્સના ઘરે આવે છે અધધધ આટલું વીજળીનું બિલ; રકમ જાણી ને ચોંકી જશો
રાજયમાં સૌથી વધુ કેસ ભલે મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. પરંતુ જનસંખ્યા અને ટેસ્ટિંગની સરખામણી વીકલી પોઝિટિવિટી રેટ 1.33 ટકા છે. પોઝિટિવિટીમાં સૌથી વધુ સિંધુદુર્ગમાં 3.29 ટકા ત્યારબાદ પુણે 2.61 ટકા, પાલઘરનો 2.28 ટકા, સાંગલીના 1.90 ટકા અને સોલાપુરમાં 1.83 ટકા સાથે ટોચ પર છે.
એક્ટિવ કેસ પણ સૌથી વધુ પાંચ જિલ્લામાં છે. મુંબઈ, પુણે, થાણે, અહમદનગર અને રાયગઢમાં સૌથી વધુ કેસ છે. તેથી એક્ટિવ કોવિડ દર્દીની સંખ્યા પણ આ જિલ્લામાં જ વધુ છે. પુણેમાં 6,837, મુંબઈમાં 4,936, થાણેમાં 3,559, અહમદનગરમાં 2,441 અને રાયગઢમા 662 એક્ટિવ કેસ છે.