ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે અલગ-અલગ પ્રકારના કામો કરતા હોય છે. પણ અમુક કામ એવા છે જે કરવા લાયક નથી હોતા. તેમ છતાં પૈસાની લાલચમાં લોકો એવું કામ કરી બેસે છે.
આ વાત છે રાજસ્થાનની જ્યાં બિકાનેર નજીક મહાજન ફાયરિંગ રેન્જ પાસે અનેક લોકો પોતાના હાથ કે પગ ગુમાવી ચૂક્યા છે. અહીં આશરે ૩૪ જેટલા ગામો છે જેમાં અઢી હજાર પરિવારો રહે છે. પૈસાની લાલચમાં આ પરિવારો ફાયર રેન્જ નજીક કચરો વિણવા પહોંચી જાય છે. અહીં જવું અને કોઈ પણ વસ્તુને હાથ લગાવી ખતરનાક છે. તેમ છતાં પૈસાની લાલચે લોકો ત્યાં પહોંચી જાય છે અને સૈનિકની નકામી વસ્તુઓ ઊઠાવી લે છે. અનેક વખત એવા કિસ્સા બને છે કે લોકો ભૂલ માં જીવતો બોમ્બ કે પછી જીવતી સુરંગ આવી લે છે. ત્યારબાદ જયારે સ્ક્રેપ યાર્ડમાં તેને કાપવામાં આવે છે ત્યારે વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટમાં કોઈ પોતાનો હાથ કે પગ ગુમાવી બેસે છે. અહીંયા ગામમાં અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકો પોતાના હાથ કે પગ ગુમાવી ચૂક્યા છે.
હવે તમે શું કહેશો?