ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૩ મે 2021
સોમવાર
કોરોના ના કપરા કાળમાં લોકોને મદદ થઈ રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ભરપૂર મદદ પહોંચાડી છે. આ તમામ મદદ માં અન્ન ખાદ્ય નું વિતરણ પણ શામેલ છે. આવા સમયે કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાવસાહેબ દાનવે એ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે ૬૪૪૧ ટન દાળ લોકોને આપી નથી. આ રીતે દાળ ન આપવાને કારણે એક તરફ સામાન્ય લોકો ખોરાકથી વંચિત રહ્યા છે તો બીજી તરફ અનાજ સડી રહ્યું છે.