ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી છે.
ડોમ્બિવલી બાદ સાત ઓમિક્રોનના દર્દી મળી આવતાં કેસની સંખ્યા 8 થઈ છે.
સાત ઓમિક્રોનના દરદી પૈકી પિપંર-ચિંચવડમાં 6 અને આણંદી તથા પુણેમાં એક-એક દરદીનો સમાવેશ થાય છે. આમાં ત્રણ નાના બાળકો છે.
માત્ર બે દિવસમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા વધીને 8 થઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.