Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ વારાણસીમાં આ ખાસ રીતે કરાઈ માતા ગંગાની આરતી, જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર 
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. આ પ્રસંગે સમગ્ર દેશમાં તેમના ચાહકો અને ભાજપ જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અસ્સી ઘાટ પર યોજાનારી વિશ્વવિખ્યાત ગંગા આરતીમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. અહીં મોક્ષ દૈની મા ગંગાની પૂજા વૈદિક મંત્રો સાથે સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવી હતી. એમાં પીએમ મોદીના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

જિલ્લાના અસ્સી ઘાટ પર જય મા ગંગા સેવા સમિતિએ દીવા પર 71 લખી, વડા પ્રધાનની તસવીર રાખી, દીવા પ્રગટાવવામાં આવ્યા અને દીપ-ઉત્સવનો કાર્યક્રમ ઊજવાયો. આરતીની શરૂઆત પહેલાં ગંગા પૂજા કરવામાં આવી હતી અને વડા પ્રધાનના સારા સ્વાસ્થ્ય માટે આરતી કરવામાં આવી હતી, જેથી તેઓ આ રીતે જ દેશની સેવા કરતા રહે. આ પ્રસંગે ઘાટને ખાસ શણગારવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સે 59500ની સપાટી વટાવી, નિફ્ટી 17,700ને પાર; જાણો કયા શેરોમાં જોવા મળી તેજી 

ઉલ્લેખનીય છે કે વારાણસી વડા પ્રધાન મોદીનું મતક્ષેત્ર છે. આ પ્રસંગે ભાજપ આજથી 20 દિવસ માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 7 ઑક્ટોબર સુધી ચાલશે. પક્ષે પોતાના સેવા અને સમર્પણ અભિયાન હેઠળ દેશભરમાં પોતાના કાર્યકરોને મોદીની જન્મતિથિ પર કોરોના વેક્સિનેશનનો પ્રચાર કરવા માટે કહ્યું છે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version