ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. માત્ર મુલાકાત જ નહીં પરંતુ તેમની સાથે ફોટો પણ પડાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો.
આ ઘટનાને કારણે કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. વાત એમ છે કે આહમદ પટેલ સોનિયા ગાંધીના સૌથી નજીકના હતા. તેમજ કોંગ્રેસ પાર્ટીમાં તેઓ સૌથી વફાદાર વ્યક્તિ હતા. હવે તેમના નિધન પછી તેમના પુત્ર એ પોલીટીક્સ માં આવવાની ઇચ્છા જાહેર કરી છે. પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા તેના પરથી એવું લાગે છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી નહિ પરંતુ આમ આદમી પાર્ટી પર પોતાની ઈચ્છા જાહેર કરશે.
જાણીલો : મુંબઈ શહેરમાં કોરોના સંદર્ભે હવે કયા નિયમ ભંગ નો કેટલો દંડ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં તેઓ ગંભીર રીતે ચૂંટણી લડશે. હવે જો ફૈઝલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો એક વાત નક્કી છે કે આમ આદમી પાર્ટીને ફાયદો થશે.