News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) રાજ્યમાં તમામ રેસ્ટોરન્ટ અને હોટલના(restaurants and hotels) સાઈનબોર્ડ(Signboard) મરાઠી લિપિમાં(Marathi script) લખવા અને તેના ફોન્ટ્સ(Fonts) પણ મોટા અક્ષરે વાંચી શકાય તેમ અન્ય ભાષામાં હોય તેના કરતા મોટા અક્ષરે લખવાનો આદેશ આપ્યો છે. સાઈનબોર્ડ બદલી નાખવાની મહેતલ 31 મે સુધીની આપવામાં આવી છે. જોકે રાજ્યના દુકાનદારોથી લઈને હોટલ-રેસ્ટોરાં વાળા કારીગર મળતા ન હોવાથી ટેન્શનમાં આવી ગયા છે. તો AHAR દ્વારા સરકારને પત્ર લખીને છ મહિનાની મુદતને વધારી આપવા વિનંતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોના સંગઠન – AHARના દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે આ આદેશના અમલ માટેની ડેડલાઈનને છ મહિના માટે લંબાવવામાં આવે, કારણ કે 31 મે સુધીમાં અમલ કરવાનું તેમને માટે મુશ્કેલ છે.
ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AHAR)ના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ(Sivananda Shetty) ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કે, અમે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો આદર કરીએ છીએ, પરંતુ અમે આદેશના અમલ માટેની ડેડલાઈનને છ મહિના સુધી લંબાવવામાં આવે એવી સરકારને વિનંતી કરીએ છીએ, કારણ કે લાખો દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોએ સાઈન બોર્ડ બદલવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : વાહ કયા બાત હૈ!! આખરે સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર, આ તારીખે થશે ઉદ્ઘાટન…
શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે અનેક દુકાનનો નામ મરાઠીમાં લખ્યા છે. પરંતુ તે નાની સાઈઝમાં છે. સરકારે ફોન્ટ મોટા કરવા કહ્યું છે. મુંબઈ સહિત રાજ્યમાં લાખો હોટલ અને દુકાનો છે. તેમના નામ મરાઠીમાં કરવા માટે કારીગરો ઓછી સંખ્યામાં છે. રાતોરાત કારીગરની ડીમાન્ડ વધી ગઈ છે એટલે એટલે ગમે તે ભાવ તેઓ માગી રહ્યા છે. પાછું અનેક દુકાનદારોના(Shoppers) નામ ડીઝાઈમાં હોય છે, તેથી આર્કિટેક્ટ(Architect) પાસેથી ફરી ચેન્જ કરાવવાના હોય તે પણ સમય માગી લે તેવું છે. વેકેશન હોવાથી અનેક કારીગરો ગામમાં જતા રહ્યા છે. એમાં પાછું હવે ચોમાસાના(Monsoon) ચાર મહિનામાં પાટિયાના કામ કરવા મુશ્કેલ સાબિત થશે. તેથી અમે સરકાર પાસે છ મહિનાની મુદત માંગી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે સાઈન બોર્ડ પર નામ દેવનાગરી લિપિમાં(Devanagari script) પણ લખવા એવો આદેશ બહાર પાડવા માટે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ(Shops and Establishments Act)-2017માં અમુક સુધારા કર્યા છે. તે અનુસાર રાજ્યમાં કોઈપણ દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ, બીયર બાર, થિયેટર, ઓફિસ કે ધંધાકીય પેઢી-જગ્યા પરના સાઈનબોર્ડ નું નામ એક કરતાં વધારે લિપિમાં દર્શાવવાનું રહેશે. વળી, દેવનાગરી લિપિવાળું નામ સૌથી મોટું હોવું જોઈએ. જે કોઈ આ આદેશનો ભંગ કરશે એની સામે કાયદા અંતર્ગત પગલાં ભરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી પેટર્ન પુનામાં રિપીટ થઈ? આ બે મસ્જીદો પર MNS પાર્ટીએ આંગળી ચીંધી….