ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર, 2021
મંગળવાર
કોરોના સમયે લોકડાઉનમાં શિક્ષણ માં ખુબજ અસર થઇ હતી પણ અમુક બાળકો પર તેની એવી અસર થઇ કે તેઓ તેમના જીવન માં કૈક નવું કરતા શીખ્યા જેથી તેમના જેવાન માં તેમનું નામ રાષ્ટ્રીય સ્તરે નાની ઉમરે આગળ આવે, આવોજ એક દાખલો પાલનપુર પોલિટેકનિક કોલેજના 19 વર્ષના છાત્ર નો છે જેણે લોકડાઉન ના સમય માં ઓટોમેટીક ટી-કપ વોશિંગ મશીન બનાવી અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજના માર્ગદર્શન હેઠળ પેટન્ટ કરાવ્યું છે. હોનહાર છાત્ર એ ભારતમાં પ્રથમવાર હાઈ પ્રેસર વોટર અને બ્રશથી મશીન બનાવી અભ્યાસ સાથે સ્ટાર્ટઅપ મેળવ્યુ છે. મૂળ ધાનેરા તાલુકાના ભાટીયા ગામનો વતની ધવલ નાઈએ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ટી- કપ વોશિંગ મશીન બનાવ્યું છે. ધવલે પોતાના આ સ્ટાર્ટ-અપને "મહંતમ" નામ આપ્યું છે ધવલ હાલ.માં "એસ એસ ગાંધી સુરત" ખાતે બીઇનો અભ્યાસ કરે છે. પાલનપુરમાં અભ્યાસ દરમિયાન ઓટોમેટીક ટચ લેસ વોશિંગ મશીન બનાવી સહુને ચોંકાવી દીધા હતા. ધવલે જણાવ્યું કે " ટી-કપ વોશિંગ મશીનથી ટાઈમ અને મજુરી તો બચશેજ પરંતુ ઓટોમેટિક હોવાથી શુદ્ધતા,સ્વચ્છતા પ્રોવાઇડ કરે છે અને મહત્તમ પાણી બચાવે છે. આ સ્ટાર્ટ અપ ગવર્મેન્ટની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી SSIP અંતર્ગત થઈ રહ્યું છે.
ઘણી હોટલની અંદર સર્વે કર્યા બાદ જાણ્યું કે ગમે તે પ્રકારના કપ વાપરવાથી ગંદકી અને અસ્વચ્છતાતો રહે જ છે. ઓટોમેટીક મિકેનિઝમ બનાવી દરેક લોકો વાપરી શકે છે. હાઈ પ્રેસર વોટર અને અને બ્રશથી કપ ધોવાય છે.આ મશીનની અંદર ખુબ જ ઝડપી અને એક સાથે 16 કપ ધોઈ શકાય છે જેના માટે ખૂબ જ નજીવું પાણી વપરાય છે. ભારતમાં ચાના કપ ધોવા માટેનું કોઈ મશીન બીજું અવેલેબલ નથી. જર્મનીથી આવતા બીયર કપ વોશિંગ મશીન હોય છે જે 1.5 લાખ રૂપિયાના હોય છે.અગાઉ ત્રણ મશીનોમાં નિષ્ફળતા મળી હતી છેવટે ચોથા મશીન બનાવતા સફળતા મેળવી અઢી વર્ષ કરતાં વધુ સમયમાં સફળતા હાંસલ કરી છે