ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
બદનક્ષીના બે કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા આજે શિવડીમાં મેજિસ્ટ્રેટમાં હાજર થયા હતા. પોતે દોષી ન હોવાની રજૂઆત સોમૈયાએ કોર્ટમાં કરી હતી. પ્રત્યેક કેસમાં કોર્ટે તેમને 15,000ના રૂપિયાના અંગત જામીન પર છોડયા હતા. આવો ગુનો ફરી ન કરવાની આકરી શરત સાથે આ જામીન આપવામાં આવ્યા હતા. શરતોનું ઉલ્લંઘન કર્યું તો જામીન રદ કરવામાં આવશે એવું કોર્ટે તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું.
ચૂંટણી પરિણામ: 10 વર્ષ બાદ ગાંધીનગર મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત,કોંગ્રેસ-આપનું પત્તું કપાયું
સોશિયલ વર્કર પ્રવીણ કાલમે અને ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડના વિરુદ્ધમાં કિરીટ સોમૈયાએ કથિત રીતે બદનામી કરનારી ટ્વિટર પોસ્ટ અને અહેવાલ આપ્યા હતા. એવી ફરિયાદ પ્રવીણ કાલમે અને અર્થ એનજીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ કર્યો હતો. કાલમેના દાવા મુજબ પોતે જીતેન્દ્ર આવ્હાડના ખાસ માણસ હોવાનું તથા તેમના ગેરકાયદે કામ કાલમે કરતા હોવાના ખોટા આરોપ સોમૈયાએ કર્યા હતા. આ આરોપ બિનપાયાના હોવાનો દાવો પણ કાલમેએ કર્યો હતો.