News Continuous Bureau | Mumbai
મુખ્યપ્રધાન એકનાથ શિંદે(CM Eknath Shinde) અને શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) વચ્ચે દિવસેને દિવસે લડાઈ વધુ ઉગ્ર બની રહી છે. હવે એવું જાણવા મળ્યું છે કે શિંદે જૂથે શિવસેનાના ‘દશરા મેળા'ને(Dussehra fair) હાઈજેક કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા (BMC) પાસેથી દશેરાના સભા યોજવા પરવાનગી મેળવવા માટે અરજી દાખલ કરી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) આંખ આડા કાન કરી રહી હોવાનું કહેવાય છે.
શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકામાં લગભગ 30 વર્ષ સુધી શાસન કર્યુ છે અને હવે પાલિકા પાસેથી મંજૂરી મેળવવા માટે શિવસેનાને અડચણો આવી રહી છે. તે માટે શિંદે ગ્રુપ અને ભાજપ(BJP) જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એકનાથ શિંદેએ કેટલાક ધારાસભ્યો સાથે મળી શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે બળવો કર્યો અને શિવસેનામાં ભંગાણ પડ્યું. એક પછી એક ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટર શિંદે જૂથમાં જોડાયા. તે પછી, અમારી અસલી શિવસેના હોવાનો દાવો શિંદે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો
રાજ્યના રાજકારણમાં સૌથી મોટા બળવાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું. શિંદે જૂથ દ્વારા દિવસેને દિવસે નવા દાવા કરવામાં આવતા હતા. થોડા દિવસોમાં આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યાં હવે કે શિંદે જૂથ શિવસેના માટે મહત્વપૂર્ણ ગણાતા દશેરા મેળાવડાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા, ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં શિવસૈનિકોને(Shiv Sainiks) ખાતરી આપી હતી કે આ વર્ષે દશેરાનો મેળાવડો શિવ તીર્થ(Shiva Tirth) પર યોજાશે. છેલ્લા બે વર્ષમાં દશેરા મેળાવડાનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષે શિવસેનાની દશેરા બેઠક કેટલાક અગ્રણી પદાધિકારીઓની(leading officials) હાજરીમાં યોજાઈ હતી. હાલમાં, રાજ્યમાં કોરોના પરના નિયંત્રણો હટાવવામાં આવ્યા છે અને તમામ તહેવારો અને રાજકીય કાર્યક્રમો(Political events) પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. તેથી, ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આ વર્ષે શિવ તીર્થ પર દશરા મેળાવા યોજાશે.
શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી દશરા મેળાવડાની પરવાનગી મેળવવા માટે અરજી કરી છે. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે શિવસેનાને હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. શિંદે જૂથ દ્વારા શિવસેના પાર્ટી, પાર્ટી સિમ્બોલ (Party symbol) પર વારંવાર દાવો કરવામાં આવી રહ્યો છે. શિવસેના કોની? આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પેન્ડિંગ છે. શું શિવસેનાની દશેરા સભાને શિંદે જૂથ હાઈજેક કરશે? તેવી ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ-બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ