News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત(MP Sanjay Raut)થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રવિવારે ધરપકડ(Arrest) કર્યા બાદ શિંદે(Shinde group) ગ્રુપ તો ખુશ છે પણ શિવસેના પ્રમુખ દિવંગત બાળ ઠાકરે(Balsaheb Thackeray)નો ડ્રાઈવર(driver) પણ બહુ ખુશ થયો છે. ખુશીના માર્યે તેણે બધાને પેંડા વહેંચ્યા હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : એકવાર સંજય રાઉત મળે-તો હું તેને ચપ્પલે ચપ્પલે એ મારીશ-એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ
બાળ ઠાકરેના ડ્રાઈવરનું નામ પ્રકાશ રાજપૂત છે. તે 1993થી 2000 સુધીની સાલ સુધી બાળ ઠાકરેનો ડ્રાઈવર રહ્યો હતો. મૂળ ધૂળે જિલ્લાના શિરપૂર ગામનો પ્રકાશ રાજપૂત હાલ સંજય રાઉતથી ધરપકડથી બહુ ખુશ છે. રાઉતને કારણે શિવસેનાનું પતન થયું છે તેને 2024 સુધી જેલમાંથી બહાર કાઢશો નહીં એવું પણ તે બોલ્યો હતો.
તાજેતરમાં બાળ ઠાકરેના ડ્રાઈવર પ્રકાશે દિલ્હી જઈને એકનાથ શિંદેના દીકરા અને સાંસદ શ્રીકાંત શિંદેની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. આ મુલાકાત બાદ તેણે સંજય રાઉતની ધરપકડ પર આવેલી પ્રતિક્રિયાની ચારેતરફ ચર્ચા થઈ રહી છે.