News Continuous Bureau | Mumbai
નાલંદામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સંવાદ યાત્રામાં મોટી ઘટના ઘટી છે.
કાર્યક્રમમાં અચાનક થયેલા વિસ્ફોટથી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. જે જગ્યાએ આ બ્લાસ્ટ થયો તે સીએમ નીતિશ કુમારથી માત્ર 15 ફૂટ દૂર હતું.
આ ઘટનાને લઈને પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે.
પોલીસે આરોપી યુવક પાસેથી ફટાકડો અને માચિસની સળીઓ પર જપ્ત કરી છે. હાલમાં પોલી આરોપી પાસેથી પૂછપરછ કરી રહી છે.
શરૂઆતની જાણકારીના આધારે આ વિસ્ફોટ પદાર્થને એક ફટાકડો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : નિરવ મોદીનો ખાસમખાસ એવો આ વ્યક્તિ આખરે ભારતીય ઓથોરીટીના કબજામાં આવ્યો, ઈજિપ્તથી પરત લવાયો… જાણો વિગતે….
