News Continuous Bureau | Mumbai
ગત રવિવારે રામનવમીના દિવસે આણંદ ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં થયેલા પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જે વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા ત્યાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ટ્રેક્ટર અને બુલડોઝર વડે ASP અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
After #UttarPradesh and #MadhyaPradesh, Now #Gujarat government is executing #Bulldozer use in connection with the recent violence on #RamNavami in #Khambhat.
Police have alleged that the riots were completely planned..One person also died as a result of the violence. pic.twitter.com/6MpGz5ks7T— #जयश्रीराधे(@gayatrigkhurana) April 15, 2022
પ્રશાસને શુક્રવારે ગુજરાતમાં ખંભાત હિંસાના આરોપીઓની મિલકતો તોડી પાડી છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આરોપીઓની અતિક્રમિત મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….
નોંધનીય છે કે ગુજરાતના હિંમતનગર અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ખંભાતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બંને શહેરોમાં દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું.