ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
ઉત્તર પ્રદેશમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી BJP દ્વારા જાહેર કરવામાં આવી છે.
ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 અને બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે.
