કોરોના મહામારી સામેની જંગમાં ભારતના જાણીતા શેફ સંજીવ કપૂર મદદ માટે આગળ આવ્યા છે.
તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલ માં રાઉન્ડ ધ કલોક કાર્યરત તબીબોને ત્રણ ટાઈમ નિઃશુલ્ક ભોજન આપવાનું નક્કી કર્યું છે.
આ કામ માટે તેમણે 12 શૅફની નિમણૂક કરી છે. જેઓ હોસ્પિલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરશે.