309
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)માં ભંગાણની શાહી સુકાઈ નથી ત્યાં હવે ગોવા(Goa)માં કોંગ્રેસ(Congress)માં ભંગાણના સમાચારો વહેતા થયા છે. કોંગ્રેસે માઈકલ લોબોને તાત્કાલિક અસરથી ગોવાના નેતા પ્રતિપક્ષ પદેથી હટાવી દીધા છે. લોબો સાથે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો(MLAs) હોવાનો દાવો કરાયો છે. હાલમાં ગોવામાં કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો છે. કોંગ્રેસે પક્ષના મુખ્યાલયમાં સાંજે બેઠક બોલાવી તો માત્ર ત્રણ જ ધારાસભ્યો પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદના માથે આભ ફાટ્યું- ૭થી ૧૧ ઇંચ જેટલો વરસાદ- સર્વત્ર પાણી-પાણી-જાણો કયા વિસ્તાર માં કેટલો વરસાદ પડ્યો
સૂત્રોનું માનીએ તો એક સમયના ગોવાના સીએમ તેમજ ભાજપ સરકાર ઉથલાવી પાડનાર દિગમ્બર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો ભાજપમાં જોડાઈ શકે છે.
You Might Be Interested In