News Continuous Bureau | Mumbai
દિલ્હીના(Delhi) કુતુબ મિનાર(Qutub Minar) સંકુલમાં હાજર મસ્જિદમાં(Masjid) પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ટળી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સાકેત કોર્ટમાં(Saket Court) આજે સુનાવણી થવાની હતી, જે હવે 24 મેના રોજ થશે.
કેસ સાથે જોડાયેલા વકીલ વિષ્ણુ શંકર(Lawyer Vishnu Shankar) દિલ્હીમાં હાજર ન હોવાથી આ સુનાવણી 24 મે સુધી ટાળી દેવામાં આવી છે.
હાલ દેશમાં તાજમહેલ(taj Mahal) સહિત અનેક મસ્જિદો અને ઈમારતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સંબંધમાં તાજેતરમાં જ દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર સંબંધિત એક અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની અંદર બનેલી મસ્જિદ હિંદુ(Hindu religion) અને જૈન ધર્મના(jain religion) 27 મંદિરોને નષ્ટ કર્યા બાદ બનાવવામાં આવી છે, આવી સ્થિતિમાં ફરીથી ત્યાં મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા(worship) કરવાની મંજૂરી આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : શિવસેના-MNS વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ: રાજ ઠાકરે મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલા નગરના સર્કિટ, MNSની આ મહિલા નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ