ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો કેર દેશમાં વધી રહ્યો છે
આજે રાજધાની દિલ્હીમાં 4 અને ગુજરાતમાં 1 નવા ઓમિક્રોન દર્દીઓ નોંધાયા છે.
આ સાથે દિલ્હીમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 10 તો ગુજરાતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 5 થઈ ગઈ છે.
દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 78 કેસ નોંધાયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (17) પછી ત્રીજા ક્રમે છે, જ્યાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટક આવ્યો હતો.