દીવના આ બીચ પર પેરાશૂટમાં ઉડી રહેલા દંપત્તિ સાથે ઘટી દુર્ઘટના,પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું… પછી શું થયું જુઓ અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021

સોમવાર.

કોરોના મહામારીથી કંટાળેલા ગુજરાતીઓ આ વર્ષે દિવાળીએ ગુજરાતની આસપાસ આવેલા સ્થળોએ ફરવા માટે નિકળી ગયા છે.  આબુ, દીવ, દમણ અને ગોવા જેવા સ્થળો પર પ્રવાસીઓનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દીવના નાગવા બીચ પર એક પ્રવાસી દંપત્તિ સાથે શ્વાસ અધ્ધર ચડાવી દે તેવી ઘટના બની છે.

વાત જાણે એમ છે કે આ દરિયા કિનારે રવિવારે બપોરનાં સમયે એક જુનાગઢનું પરિવાર નાગવા બીચ ઉપર આવેલ પેરાસિલીગની અંદાજે 200 મીટર આકાશમાં હવાની લહેર માણી રહ્યા હતાં ત્યારે અચાનક અકસ્માતે પેરાસુટ નું દોરડું તુટતા આકાશમાં ઉડી રહેલ દંપતી દરિયામાં પડ્યુ હતુ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. 

શું તમે જાણો છો ભારતની સ્વદેશી રસી કોવેક્સિનની સફળતા પાછળ 20 મકાક વાંદરાઓનું યોગદાન છે; વાંચો રસીના ટ્રાયલનો રસપ્રદ કિસ્સો

આ અકસ્માત બાદ દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે.  આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઇ હતી. આ વીડિયો સોશયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે .

જો કે આ સમગ્ર વોટર એન્ડવેન્ચરનું કામકાજ દીવના જ એક નાનકડા ગામના સરપંચનો દિકરો કરતો હોવાથી દીવ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું હતું.  તપાસમાં એ પણ સામે આવ્યું કે, આ વોટર રાઇડ માટે જરૂરી લાયસન્સ પણ લેવામાં આવ્યા નથી. 

ઉત્તરપ્રદેશમાં આ પાર્ટી એકલા હાથે લડશે ચૂંટણી, કોઈ સાથે નહીં કરે ગઠબંધન; જાણો વિગતે

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *