News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં નવી સરકારના ગઠન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi) પહોંચ્યા છે. બંને નેતાઓ શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બેઠક દરમિયાન બંને નેતાઓએ શાહ સાથે રાજ્યમાં મંત્રી પરિષદની રચના અંગે ચર્ચા કરી. સાથે જ આ બેઠકમાં યુતિ સરકારના કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) પર ચર્ચા કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં શિવસેના(Shivsena)ને 13 મંત્રી પદ મળી શકે છે, જ્યારે 29 મંત્રી પદ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મળી શકે છે. દરમિયાન દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાની સાથે રણનીતિની બેઠકોનો રાઉન્ડ થશે. જેમાં એકનાથ શિંદે તેમના કાયદાકીય નિષ્ણાતોને મળશે અને ચર્ચા કરશે. શિવસેનાના બંને જૂથો દ્વારા સુપ્રીમ કોર્ટ(Supreme court)માં દાખલ કરાયેલા વિવિધ કેસોની સોમવારે સુનાવણી થવાની છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યો(MLAs)ને સસ્પેન્ડ કરવાનો મુદ્દો પણ છે.
महाराष्ट्राचे नवनियुक्त मुख्यमंत्री @mieknathshinde जी व उप-मुख्यमंत्री @Dev_Fadnavis जी यांची भेट घेऊन त्यांना शुभेच्छा दिल्या.
मला विश्वास आहे की @narendramodi जींच्या मार्गदर्शनाखाली आपण दोघे जनतेची निष्ठापूर्वक सेवा कराल आणि महाराष्ट्राला विकासाच्या नवीन उंचीवर घेऊन जाल. pic.twitter.com/leTdbpulUQ
— Amit Shah (@AmitShah) July 8, 2022
તો બીજી તરફ આગામી 18 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જે માટે આ બેઠકોમાં મહારાષ્ટ્રના મતોનું ગણિત નક્કી કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે. જેના પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ નક્કી કરી શકે છે. જેથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને વધુમાં વધુ વોટ મળી શકે.
આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી-મહારાષ્ટ્રના સોલાપુર અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં આવ્યો ભૂકંપ-રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા-જાણો વિગતે
ઉપરાંત આ બેઠકમાં આગામી દિવસોમાં અનેક જિલ્લા પરિષદ અને પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. તેથી રાજ્યમાં આચારસંહિતા જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.