ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ, 2021
ગુરુવાર
કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા જ દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલો ગંભીર પડકારોનો સામનો કરી રહી છે.
અહીં કેસ વધવાના કારણે સરકારી હોસ્પિટલમાં વેટિંગની સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય હોસ્પિટલના 80 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે.
કોરોના સંક્રમિત, પોસ્ટ કોવિડ અને નોન કોવિડ દર્દીઓ દાખલ થવાની સાથે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓનું વેટિંગ જોવા મળી રહ્યું છે.
મેક્સ, અપોલો, ફોર્ટિસ સહિત મોટા હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થયા છે તો સાથે 200 હોસ્પિટલના 20 હજાર બેડમાંથી 16,636 બેડ કોવિડ માટે આરક્ષિત રખાયા છે.
