ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
પંજાબ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ પક્ષપલટોનો સિલસિલો ચાલુ થઇ ગયો છે.
આ જ ક્રમમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોગિંદર સિંહ માને કોંગ્રેસ પાર્ટી છોડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
તેઓ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે જોગિંદર સિંહ માન પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહના ભત્રીજા છે.
