Site icon

શોકિંગ!! મહારાષ્ટ્રના આ પ્રધાનના પીએ પર થયો ગોળીબાર.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના જળ સંસાધન પ્રધાન(Minister of Water Resources) શંકરરાવ ગડાખ(Shankar Rao Gadakh)ના પર્સનલ આસિસ્ટન્ટ(PA) રાહુલ રાજળે(Rahul Rajale) પર ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે મોડી રાતે 10 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.

Join Our WhatsApp Community

અહમદનગર જિલ્લા(Ahmednagar)ના ઘોડેગાવ નજીક આ બનાવ બન્યો હતો, જેમાં આ હુમલામાં રાહુલ રાજળે ગોળી વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  :  શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાનઃ અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવર નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે

પોલીસના કહેવા મુજબ પ્રાથમિક તપાસમાં રાજકીય વૈમનસ્યને કારણે આ હુમલો થયો હોવાનું જણાયું હતું. પાંચ જણાની ટોળકીએ રાહુલ પર હુમલો કર્યો હતો.

શુક્રવારે રાતના પ્રધાન શંકરરાવ ગડાખના પીએ રાહુલ રાજળે પોતાની ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘોડેગાવ પરિસરમાં આ બનાવ બન્યો હતો.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version