Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારની આ યોજના હેઠળ મફતમાં મળતું ભોજન બંધ. હવે ચૂકવવા પડશે આટલા પૈસા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29  સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં પૂરા 168 દિવસ સુધી 2,64,76,319 લોકોને મફતમાં શિવભોજન થાળી આપવામાં આવી હતી. એટલે કે ગરીબ લોકોને કોરોના કાળમાં રાજય સરકાર દ્વારા બપોરના એક વખત મફતમાં ભોજન આપવામાં આવતું હતું. ગુરુવાર 30 સપ્ટેમ્બરથી મફતમાં શિવભોજન થાળી આપવાનું બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તેથી પહેલી ઓક્ટોબરથી મૂળ યોજના મુજબ શિવભોજન થાળી માટે લોકોએ 10 રૂપિયા ખર્ચવા પડશે.

કોરોના કાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. અનેક ગરીબ અને રસ્તા પર રહેનારા લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા. આવા સમયે રાજય સરકારે  15 એપ્રિલથી લોકોને શિવથાળી હેઠળ મફત ભોજન આપવાનું ચાલુ કર્યું હતું. શરૂઆતમાં આ યોજના ફકત એક મહિના માટે હતી. જોકે લોકો તરફથી મળેલા પ્રતિસાદને કારણે એક-એક મહિનો કરીને આ યોજના  પાંચ મહિના સુધી લંબાઈ ગઈ હતી. હવે પહેલી ઓક્ટોબરથી નાગરિકોએ શિવથાળી માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.

કેન્દ્ર સરકારે કોવિડ પ્રોટોકોલને 31 ઓક્ટોબર સુધી વધારી દીધા; ગૃહ મંત્રાલયે જાહેર એડવાઇઝરી કરી રાજ્યોને આપ્યા આ નિર્દેશ

સરકારે મફતમાં ભોજન આપવા પાછળ લગભગ 105 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. મહાવિકાસ આઘાડીની સરકારે સત્તામાં આવ્યા બાદ 26 જાન્યુઆરી 2020થી શિવથાળી યોજના અમલમાં મૂકી હતી. દસ રૂપિયામાં મળતી જમવાની થાળી પાછળ ગ્રામીણ વિસ્તારમાં 30 રૂપિયા તો શહેરી વિસ્તારમાં 45 રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હતી. કોરોનાની પહેલી લહેર દરમિયાન આ થાળીના પાંચ રૂપિયા હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન તે સંપૂર્ણપણે મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version