ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર, 2021
શુક્રવાર
પંજાબની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ રાજ્ય કક્ષાએ આંતરિક ઘમાસાણ શરુ થયુ છે.
કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદને કોંગ્રેસ ડિસિપ્લિનરી કમિટીમાંથી બહાર કરી દીધા છે.
કોંગ્રેસે આ કમિટિની ફરી રચના કરી છે અને હવે આ કમિટીના અધ્યક્ષ એ કે એન્ટનીને બનાવાયા છે.જ્યારે તારિક અનવર સચિવ હશે.
કમિટિમાં અંબિકા સોની, દિલ્હીના નેતા જય પ્રકાશ અગ્રવાલ તેમજ કર્ણાટક નેતા જી પરમેશ્વરને સભ્ય તરીકે સ્થાન અપાયુ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદના 20 જેટલા સમર્થક નેતાઓએ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ની માંગ સાથે પાર્ટી માંથી રાજીનામા દીધા હતા.
