ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ભારતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને પગલે અનેક રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી છે અને માત્ર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોય તેવી વ્યક્તિને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતે પણ વધતા જતા કોરોના સંક્રમણને પગલે આ નીતિ અપનાવી છે.
મુસાફરોને કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર પ્રવેશ ના મળતો હોવાથી મુંબઈ અને પનવેલના ૫૦થી વધુ મુસાફરો છુપા રસ્તે ચાલીને વાપી સુધી પહોચ્યા હતા. આ પ્રવાસીઓ રાજસ્થાન અને ગોધરા તરફ જઈ રહ્યા હતા. બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત હોવાથી તેઓ ૭૦ કિલોમીટર જેટલું ચાલીને છુપા રસ્તે વાપી હાઇવે પહોચ્યા હતા અને ત્યાર બાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં પોતાના ગંતવ્ય તરફ રવાના થયા હતા.
દરમિયાન કેટલાક ખાનગી લકઝરી બસમાં બોર્ડર પહોંચ્યા હતા અને બોર્ડર પરથી તેમને પાછા મોકલવામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ બતાવેલા અંદરના માર્ગ પર તેઓ ચાલતા-ચાલતા વાપી સુધી આવ્યા હતા. વલસાડ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ રાજય બહારના પ્રવાસીઓનું ચેકિંગ કરી રહી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….