ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
ભારતમાં કોરોના મહામારી માંડ નિયંત્રણમાં આવી છે ત્યા નવા વેરિયન્ટ ઓમાઈક્રોને લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. તેના ચેપથી બચવા વેક્સિનેશન એક જ પર્યાય બચ્યો છે. એવામાં દેશના એકે રાજ્યએ વેક્સિનેશનમાં રેકોર્ડ કરી નાખ્યો છે. દેશમાં અત્યાર સુધી ચાલી રહેલી વેક્સિનેશન ઝુંબેશ હેઠળ 127.61 કરોડ લોકસંખ્યાએ કોરોનાની વેક્સિનનો ડોઝ આપવામા આવ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશ દેશનું એકમાત્ર એવુ રાજ્ય બની ગયુ છે જ્યારે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેક્સિન આપી દેવામાં સફળતા મળી છે. એટલે કે હિમાચલ પ્રદેશ 100 ટકા વેક્સિનેટેડ રાજ્ય બની ગયું છે.
મળેલ માહીતી મુજબ હિમાચલ પ્રદેશનના નામે આ વિક્રમ થઈ ગયો છે. રાજયના તમામ નાગરિકોને પહેલો ડોઝ આપવામાં પણ હિમાચલ પ્રદેશ જ આગળ છે. તો રાજ્યમાં તમામ 53,86,393 જયેષ્ઠ નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશે રાજ્યના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો હતો.
અહી ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભારતે સરકારે જાહેર કર્યું હતું કે દેશમાં એક જ દિવસમાં એક કરોડ વેક્સિન આપવાનો વિક્રમ દેશમાં થયો છે.