શાબ્બાશ! આ રાજ્ય દેશનું પહેલું રાજ્ય જયાં 100 ટકા નાગરિકો વેક્સિનેટેડ, જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

ભારતમાં કોરોના મહામારી માંડ નિયંત્રણમાં આવી છે ત્યા નવા વેરિયન્ટ ઓમાઈક્રોને લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. તેના ચેપથી બચવા વેક્સિનેશન એક જ પર્યાય બચ્યો છે. એવામાં દેશના એકે રાજ્યએ વેક્સિનેશનમાં રેકોર્ડ કરી નાખ્યો છે. દેશમાં અત્યાર સુધી ચાલી રહેલી વેક્સિનેશન ઝુંબેશ હેઠળ 127.61 કરોડ લોકસંખ્યાએ કોરોનાની વેક્સિનનો ડોઝ આપવામા આવ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશ દેશનું એકમાત્ર એવુ રાજ્ય બની ગયુ છે જ્યારે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેક્સિન આપી દેવામાં સફળતા મળી છે. એટલે કે હિમાચલ પ્રદેશ 100 ટકા વેક્સિનેટેડ રાજ્ય બની ગયું છે.

મળેલ માહીતી મુજબ હિમાચલ પ્રદેશનના નામે આ વિક્રમ થઈ ગયો છે. રાજયના તમામ નાગરિકોને પહેલો ડોઝ આપવામાં પણ હિમાચલ પ્રદેશ જ આગળ છે. તો રાજ્યમાં તમામ 53,86,393 જયેષ્ઠ નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશે રાજ્યના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો હતો.

ચાલુ ટ્રેન માં ચઢવાનો ખતરો જુઓ. ડોમ્બીવલી માં ટ્રેનમાં પડી ગયેલી મહિલાને સતક સુરક્ષા જવાને બચાવી. વિડીયો વાયરલ થયો. જુઓ વિડીયો.

અહી ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભારતે સરકારે જાહેર કર્યું હતું કે દેશમાં એક જ દિવસમાં એક કરોડ વેક્સિન આપવાનો વિક્રમ દેશમાં થયો છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More