ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ઉત્તર પ્રદેશમાં ધર્માન્તરનો મુદ્દો હજુ તાજો છે ત્યાં તો ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિકા ગામમાં 37 આદિવાસી પરિવારોના 100 લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પૈસાની લાલચ આપી ગરીબ લોકોને ફોસલાવીને તેમનું ધર્માન્તર કરાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ આદિવાસીઓને ફોસલાવીને પૈસાની લાલચ આપીને તેમને વટલાવવામાં આવતા હતા. ભરૂચમાં લંડનથી નાણા હવાલા મારફત આવ્યા હોવાની શંકા છે. ભરૂચ જિલ્લાની આમોદ પોલીસે શંકાને આધારે મૌલવી સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં લાંબા સમયથી ધર્માન્તરની પ્રવૃત્તિ ચાલતી હતી. જેમાં કટ્ટરવાદીઓ વિદેશથી ફંડ ભેગું કરીને ધર્માન્તરની પ્રવૃતિ કરતા હતા. હિંદુઓને ખાસ કરીને ગરીબ અને આદીવાસીઓને રોકડ રૂપિયા સહિતની અનેક લાલચ આપીને તેમની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ઈસ્લામ અંગીકાર કરાવવામાં આવતો હતો. જેમાં કાંકરિયા ગામના 37 પરિવારના 100 થી વધુ લોકોને લાલચ આપીને તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.
દીવના આ બીચ પર પેરાશૂટમાં ઉડી રહેલા દંપત્તિ સાથે ઘટી દુર્ઘટના,પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું… પછી શું થયું જુઓ અહીં
આ પ્રકરણમા મૂળ નબીપુરના અને હાલ લંડન સ્થિત હાજી અબ્દુલની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. અગાઉ વડોદરા અને ઉત્તર પ્રદેશમાં પણ તેણે હવાલા મારફત ધર્માન્તર માટે પૈસા મોકલ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.