ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, નવી એજ્યુકેશન પોલીસીના લાગુ કરવાની સાથે જ યુનિવર્સિટીઓ પણ એકેડેમિક યરમાં બદલાવ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યમાં પહેલીવાર વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો સૌથી વધુ ફાયદો વિદેશથી આવનારા અને જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને થશે.
આ ઉપરાંત મોડા એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પણ એક વધુ વિકલ્પ મળશે. શરુઆતના તબક્કામાં કુલ ૧૫ પ્રોફેશનલ કોર્સની ૫૦૦થી વધુ સીટો પર વિન્ટર પ્રવેશ અપાશે. વિદેશથી અભ્યાસ કરીને આવીને જો કોઇને અહીંના અભ્યાસમાં જોડાવવું હોય તો તેણે ત્રણથી ચાર મહિનાની રાહ જોવી પડે છે. આવી જ રીતે જો કોઇને વિદેશ અભ્યાસમાં જવું હોય તો પણ આપણા શૈક્ષણિક વર્ષ અને વિદેશની યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષમાં ગેપ જોવા મળે છે. આ સમય વિદ્યાર્થીઓનો ન બગડે તે માટે હવે ગુજરાત યુનિવર્સિટી મે અને જુન ઉપરાંત ફેબ્રુઆરીમાં એમ બે વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. તમામ કોર્સ પાર્ટ ટાઇમ નહી પરંતુ ફુલ ટાઇમ શરૂ કરવામાં આવનાર છે.
યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કોઈ વિદેશમાં અભ્યાસ કરીને અહીં અભ્યાસમાં જોડાવા ઈચ્છે છે તો તેણે ત્રણથી ચાર મહિના રાહ જોવી પડશે. એ જ રીતે, જો કોઈને વિદેશમાં અભ્યાસ કરવો હોય તો પણ આપણા શૈક્ષણિક વર્ષ અને વિદેશી યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષ વચ્ચે અંતર છે. વિદ્યાર્થીઓનો આ સમય વેડફાય નહીં તે માટે ગુજરાત યુનિવર્સિટી હવે મે-જૂન ઉપરાંત ફેબ્રુઆરીમાં બે વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે.