Site icon

મહિલા માટે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ રાખે તે આઘાતજનકઃ હાઈ કોર્ટનું નિરીક્ષણ.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્તિ આપવાની માંગ કરનારા પતિની અરજીને અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad High Court) અરજી ફગાવી દીધી છે. પતિએ નીચલી અદાલત ના ચુકાદાને પડકારતાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

Join Our WhatsApp Community

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રાહુલ ચતુર્વેદીની(Justice Rahul Chaturvedi) બેન્ચે જણાવ્યું હતું કે કોઈ પણ વિવાહિત મહિલા(Married Woman) માટે  તેનો પતિ અન્ય કોઈ મહિલા સાથે સંબંધ ધરાવે છે. તેમજ તે મહિલા સાથે લગ્ન કરવા માગે છે એ વાત આઘાતજનક છે.

 સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આવી વિચિત્ર પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની સમજદારીની અપેક્ષા રાખવી અશક્ય છે. મૃતક મહિલાએ આત્મહત્યા(Suicide) કરતાં પહેલાં પતિ આરોપી સુશીલકુમાર(Sushil kumar) અને તેના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ સપ્ટેમ્બર, 2018માં ભારતીય દંડ સંહિતાની (Sections)કલમ 323, 494, 504, 506, 379 હેઠળ એફઆઈઆર(FIR) દાખલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.

મહિલાએ આરોપ મૂક્યો હતો કે, આરોપી પહેલાંથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા છે. પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ તેણે ત્રીજાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ પરિવારના અન્ય સભ્યોને આ મામલે જાણ થઈ તો તેમણે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ છૂટાછેડાના કેસમાં  દિલ્હી હાઈકોર્ટે(Delhi highcourt) એવું  કહ્યું છે કે પતિ અને પત્ની પરિવારના બે આધારસ્તંભ છે. તેઓ સાથે મળીને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે અને દરેક પરિસ્થિતિમાં પરિવારને સંતુલિત કરી શકે છે. એક પણ સ્તંભ નબળો પડે કે તૂટી જાય તો આખું ઘર ધરાશાયી થઈ જાય. કોર્ટે પતિના વર્તન ને લઈને પત્નીને છૂટાછેડા આપવા અંગે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા આ નિવેદન આપ્યું. કોર્ટે નોંધ્યું હતું કે, પતિ કોર્ટના વિવિધ આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. 

 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version