Site icon

માત્ર એક માસની બાળકીના પેટમાંથી મળી એવી વસ્તુ- કે ડોક્ટરો પણ થઈ ગયા અવાક- કહ્યું- આવો કેસ તો દુનિયામાં પહેલી વખત

Pani Puri Seller Treats thousands following birth of Daughter

અરે વાહ! દીકરીનો જન્મ થયો તો, પિતાએ કર્યું એવું કામ કે આખું ગામ જોતું રહી ગયું…

News Continuous Bureau | Mumbai

ઝારખંડના(Jharkhand) પાટનગર રાંચીમાં(ranchi) ૨૩ દિવસની એક નવજાત બાળકીના પેટમાંથી(womb of a newborn baby girl) આઠ ભ્રૂણ મળી આવ્યા છે. અહીંના ડોક્ટર્સનો દાવો છે કે કદાચ સમગ્ર દુનિયામાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. મેડિકલ ટર્મમાં(medical terms) બાળકના પેટમાં ભ્રૂણ(fetus) મળી આવવાના મામલાને ફીટસ ઈન ફિટૂ કહેવાય છે. નવજાત બાળકના પેટમાં એક કે બે ભ્રૂણના કેસ રેર હોય છે, પરંતુ આવા કેસ અનેક જગ્યાએ આવ્યા છે. એક સાથે ૮ ભ્રૂણ મળવાનો પોતાની રીતે આવો પહેલો મામલો સામે આવ્યા બાદ ડોક્ટરો પણ અવાક થઈ ગયા છે. શહેરના રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં(Rani Children's Hospital) ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી તમામ ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા છે. બાળકી ઝારખંડના રામગઢની રહીશ છે. ૧૦ ઓક્ટોબરના રોજ તેનો જન્મ થયો ત્યારથી પેટમાં સોજાના પગલે તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેનના આધારે એવું માનવામાં આવ્યું કે બાળકીના પેટમાં ડર્માઈટ સિસ્ટ(Dermatitis cyst) થઈ હોઈ શકે છે. પ્રાથમિક સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. બુધવારે તેનું ઓપરેશન થયું તો એક સાથે આઠ ભ્રૂણ કાઢવામાં આવ્યા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : નાસિક બાદ મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ – કેટલાય કિલોમીટર દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો

બાળકીનું ઓપરેશન કરનારા પીડિયાટ્રિક એક્સપર્ટ ડો.ઈમરાનના(Pediatric expert Dr. Imran) જણાવ્યાં મુજબ દુનિયામાં ૫-૧૦ લાખ બાળકોમાંથી કોઈ એકમાં આવો ફીટસ ઈન ફીટૂ કેસ સામે આવે છે. અત્યાર  સુધીમાં આવા ૨૦૦થી પણ ઓછા કેસ મળ્યા છે. હકીકતમાં ગર્ભમાં જ્યારે એક કરતા વધુ બાળક ઉછરી રહ્યા હોય છે ત્યારે ભ્રૂણના વિકાસ સમયે બીજા ભ્રૂણના સેલ્સ કોઈ એક ભ્રૂણની અંદર જતા રહે છે. જેનાથી ગર્ભસ્થ બાળકના પેટમાં હજી બીજું બાળક ઉછરવા લાગે છે. તેના કારણો પર દુનિયામાં રિસર્ચ ચાલી રહ્યું છે પણ તેને લઈને અત્યાર સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકાયું નથી. હવે એક સાથે બાળકના પેટમાં આટલી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવવું એ પોતાનામાં એક દુર્લભ કેસ છે.

 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version