Site icon

મીની લોકડાઉન માં છૂટ મળશે તે ભૂલી જાવ, અહીં તો પૂરા લોકડાઉન ની તૈયારી ચાલુ છે. ઉદ્ધવ ઠાકરેએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

એક તરફ લોકોને અને વેપારીઓને લોકડાઉન માં રાહતની અપેક્ષા છે. ત્યારે બીજી તરફ પૂરેપૂરું લોકડાઉન લાગે તેવી શક્યતા વધી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રના તમામ નેતાઓની સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે, ભાજપના નેતા ચંદ્રકાંત દાદા પાટીલ સહિત લગભગ તમામ દળના બધા નેતાઓ સામેલ છે.

આ બેઠક થી પહેલા મહારાષ્ટ્ર સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે હેલ્થ સેક્ટર ને પૂરી રીતે તૈયાર થવા માટે બેથી ત્રણ સપ્તાહની જરૂર છે. આથી બે કે ત્રણ સપ્તાહ નું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.

બીજી તરફ રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડટ્ટીવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકડાઉન થવું જોઈએ.

આરએસએસના વડા મોહન ભાગવતને થયો કોરોના. જાણો વિગત…

આ સર્વદળીય બેઠક માં સરકારને વિપક્ષ પાસેથી એ જાણવું છે કે જો સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવે તો વિપક્ષની શું ભૂમિકા રહેશે. તેમજ શું વિપક્ષ સરકાર સાથે આગળ વધવા તૈયાર છે કે કેમ.

આમ મહારાષ્ટ્રમાં સંપૂર્ણ  લોકડાઉન તૈયારીઓ ચાલુ છે.

હવે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગર કશું નહીં થઈ શકે. સરકારે સૌથી કડક આદેશ બહાર પાડ્યા.

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version