મહારાષ્ટ્રમા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા તમામ પાવર- સાથે આ પ્રસ્તાવ પણ થયા પાસ- જાણો શું છે તે પ્રસ્તાવ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર ધારાસભ્ય(Rebel MLA) એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે ​​નવી પાર્ટીની(new party) જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિવસેનાની(Shivsena) રાષ્ટ્રીય કાર્યકારિણીની(National Executive meeting) બેઠક યોજી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતા સામેલ થયા હતા. આ દરમિયાન ઘણા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે.

મીડિયામાં પ્રસાતિર અહેવાલો મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સર્વસંમતિથી તમામ પાવર ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આપવામાં આવ્યા છે. તો બળવાખોરો પર કઠોર નિર્ણય લેવાનો પ્રસ્તાવ પણ પાસ થયો છે. આ સિવાય બળવાખોર ધારાસભ્યોના પરિવારના સભ્યો અને નજીકના લોકોને શિવસેનાના પદો પરથી હટાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો

શિંદે જૂથ વિરુદ્ધ શિવસેનાએ આક્રમક વલણ અપનાવતા ચૂંટણી પંચને(Election Commission) પત્ર લખ્યો છે અને કહ્યું કે કોઈ અન્ય શિવસેના કે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીચે મુજબ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા

– ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર કાર્યકારિણીને સંપૂર્ણ વિશ્વાસ. તમામ નિર્ણય લેવાનો અધિકાર પક્ષપ્રમુખ તરીકે ઠાકરે પાસે રહેશે. 

– શિવસેનાને દગો આપનારને માફી મળશે નહીં. શિવસેનાના જે કામ છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે.

– શિવસેના અને બાળા સાહેબ ઠાકરેના નામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં. 

– બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી શિવસેના ભવનમાં પ્રવેશ નહીં કરી શકે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!