News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(Political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર(Rebel) ધારાસભ્ય એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે નવી પાર્ટીની જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિંદેના આ પગલા પર તીખી પ્રતિક્રિયા આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યો(Rebel MLA) પોતાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ કોઈએ બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ ન કરવો જોઈએ.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ સેના ભવન(Sena Bhavan) પર શિવ સૈનિકોને(Shiv sainik) સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. બાલાસાહેબ ઠાકરેના નામ વગર વોટ માંગી બતાવે. શિવસેના બાળાસાહેબ ઠાકરેની હતી અને તેમની જ રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા(Marathi Asmita) અને હિન્દુત્વ(Hindutva) માટે લડતી રહેશે. તેમણે કહ્યુ કે, મારા પિતા નહીં પણ પોતાના બાપના નામ પર વોટ માગીને બતાવો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, પહેલા શિંદે નાથ હતાં, પણ હવે દાસ બની ગયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને ઝટકો- ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી-આ તારીખ સુધીમાં આપવો