ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્ર બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જને નવા વિષય તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
આ કોર્સને “માઝી વસુંધરા પાઠ્યક્રમ” નામ આપવામાં આવ્યું છે.
પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આ સંબંધમાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડને “માંઝી વસુંધરા અભ્યાસક્રમ”ની એક નકલ સોંપી છે.
આ નવો અભ્યાસક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
માઝી વસુંધરા અભ્યાસક્રમ બાળકોને તેમના પર્યાવરણ સાથે વધુ સારી રીતે સંપર્ક કરવામાં મદદ કરવા વિશે છે. તે યુવાનોને પર્યાવરણનું સન્માન, રક્ષણ અને બચાવવા માટે તૈયાર કરવામાં મદદ કરશે.
અનિલ દેશમુખ પ્રકરણમાં રાજ્ય સરકારને હાઈકોર્ટની લપડાકઃ જાણો વિગત