News Continuous Bureau | Mumbai
સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી(SRA) ના નામ પર છેલ્લાં 15 વર્ષથી ગરીબ રહેવાસીઓના ઝૂંપડાં તોડીને તેમને બેઘર કરનારા બિલ્ડરોને(Builders) મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી(mahavikas aghadi) સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. SRAના 520 પ્રોજેક્ટ સરકારે રદ કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાજ્યના ગૃહ નિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાદે (Housing Minister Jitendra Awhad) જાહેર કર્યું છે કે ઝૂંપડાં તોડીને ઘરનું ભાડું નહીં આપનારા તમામ ડેવલપરોના લેટર ઓફ ઈન્ટેટ (LOI) રદ કરી નવી એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?
ગૃહ નિર્માણ પ્રધાનના કહેવા મુજબ નવી ક્રાંતિકારી સ્કીમ હેઠળ SRA પ્રોજેક્ટ આપવા પહેલા સંબંધિત બિલ્ડરની ફાઈનાન્શિયલ કેપેસીટી તપાસમાં આવશે. તેની માટે એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે. જે બિલ્ડર નો પૂરો રેકોર્ડ રાખશે અને પ્રોજેક્ટ આપવાન ભલામણ કરશે.
સરકારના આ નિર્ણયથી લગભગ 40,000 ઝૂંપડા ધારકોને રાહત થશે એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય થે મુંબઈમાં હાલ 35,000 કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે.