ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ શહેર ના મુલુંડ વિસ્તારના ધારાસભ્ય મિહિર કોટેચાએ મોજુદા ઠાકરે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુલુંડ ખાતે આવેલી એક દુકાનમાં તેમણે મુલાકાત કરી હતી આ દુકાનમાં આશરે 1700 કિલો જેટલી પીળી દાળ માં કીડા પડી ગયા છે. આ સિવાય તેમણે મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી રેશનિંગની દુકાનો માં આશરે ત્રણ લાખ કિલો જેટલી પીળી દાળ સડી ગઇ હોવાનો દાવો કર્યો છે.
મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગત વર્ષે ગરીબોને વહેંચણી માટે અનાજ મોકલાવ્યું હતું. આ અનાજ રાજ્ય સરકારે ગરીબોમાં વિતરિત કરવાના સ્થાને પડ્યું રહેવા દીધું અને હવે તે સડી ગયું છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને પત્ર લખીને રાજ્યના લોકોની મદદ માટે સહાયતા માંગી છે. પરંતુ રાજ્ય સરકાર પોતે લોકોને મફતમાં અનાજ આપવામાં નિષ્ફળ રહી છે તેવું આ ઉદાહરણ પરથી લાગી રહ્યું છે.
મુંબઈમાં હજારો ઇમારતો એક જ દિવસમાં થઈ સીલ. ૨૧ લાખ લોકો ચાર દીવાલમાં કેદ