ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
મહારાષ્ટ્રના સોટ્ટોમાં ચાર વિભાગીય (ઝોનલ) ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર (ઝેડટીસીસી)નો સમાવેશ થયો છે. આ સેન્ટરો મુંબઈ, પુણે, ઔરંગાબાદ અને નાગપુર ખાતે છે. ઝેડટીસીસી-મુંબઈના ડો. એસ. માથુરે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સોટ્ટો સાથે સંકળાયેલા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરોથી માંડીને ઇન્ટેન્સિવિસ્ટસ (તજજ્ઞા ડોક્ટરો) અને બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ) સુધીનાઓની સખત મહેનતની કદર રૂપ આ એવોર્ડ છે. કોવિડની વિશેષ માર્ગદર્શિકા અમલમાં મુકાઈ ત્યાર પછી મરણોત્તર અંગદાનનું પ્રમાણ વધ્યું છે. મુંબઈમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૩૩ અંગદાન કરાયા છે અને આામાંનું છેલ્લામાંછેલ્લું દાન ગઈ કાલે શનિવારે કરવામાં આવ્યું હતું.
નવા વીજળી બિલમાં કંપનીઓને ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવા મંજૂરી અપાશે, વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થઈ શકે
મહારાષ્ટ્રમાં અવયવદાનની ઝુંબેશને પ્રોત્સાહન આપતી એક સિદ્ધિમાં રાજ્યના સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (એસઓટીટીઓ-સોટ્ટો)એ દેશના શ્રેષ્ઠ(અંગ) પ્રત્યારોપણ પ્રોગ્રામ માટેનો એવોર્ડ મેળવ્યો છે. અલબત્ત, મહારાષ્ટ્ર ૮૮ મરણોતર અવયવ દાન સાથે દેશમાં તામિલનાડુ પછી બીજા ક્રમે છે તેમ છતાં સોટ્ટોને તેની સર્વાંગી કામગીરી માટે શ્રેષ્ઠતાનો આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં જનજાગૃતિ અભિયાન, અવયવની ઉપલબ્ધિની માહિતીની આપલે માટેની વ્યવસ્થાની શરૂઆત તથા ઓનલાઇન પ્રેઝન્સ (ઉપસ્થિતિ)નો સમાવેશ થાય છે.