News Continuous Bureau | Mumbai
દેશમાં અત્યાર સુધી એનઆરઆઈઓ(NRI) દ્વારા સૌથી વધુ પૈસા કેરળમાં(Kerala) મોકલવામાં આવતા હતા. જોકે હવે મહારાષ્ટ્રએ(Maharashtra) આ બાબતમાં કેરળને પાછળ મૂકીને આગળ થઈ ગયું છે.
ભારતીય રિઝર્વ બેંક(RBI) દ્વારા રજૂ કરાયેલા સંશોધન પેપર(Research paper) મુજબ, બિન-નિવાસી કેરળવાસીઓ તરફથી કેરળમાં મોકલવામાં આવતી આવકનો હિસ્સો છેલ્લા પાંચ વર્ષમાં અડધા જેટલો ઘટી ગયો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના આંકડાઓ પર નજર કરીએ તો, ૨૦૧૬-૧૭માં સૌથી વધુ એનઆરઆઈ રેમિટન્સની(remittances) યાદીમાં ટોચ પર રહેનાર કેરળને મહારાષ્ટ્રએ પાછળ છોડી દીધું છે.
પાંચ વર્ષ અગાઉ કુલ એનઆરઆઈ રેમિટન્સમાં ૧૯ ટકા કેરળના હતા. આ આંકડો હવે ૧૦.૨ ટકા જેટલો થયો છે. દરમ્યાન મહારાષ્ટ્રનું કુલ રેમિટન્સ ૧૬.૭ ટકાથી વધીને ૩૫.૨ ટકા થયું છે.
એટલું જ નહિ પણ કેરળ, કર્ણાટક(karnataka) અને તમિલનાડુના(Tamil nadu) રેમિટન્સનો કુલ હિસ્સો ૨૦૧૬ના ૪૨ ટકામાંથી ૨૫.૧ ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે આ દક્ષિણના રાજ્યોમાં સૌથી વધુ એનઆરઆઈ છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર અન્ય જાતિ ધર્મો જ શા માટે- 9 રાજ્યોમાં હિંદુઓને પણ લઘુમતી ગણો- સુપ્રીમમાં અરજી થઈ-જાણો વિગત
રિઝર્વ બેન્કના સંશોધનમાં વિદેશ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ જનારા લોકો સૌથી વધુ દક્ષિણના રાજ્યોના હતા પણ હવે ૨૦૨૦માં ગલ્ફના દેશોમાં જવા માટે ઈમિગ્રેશન ક્લીઅરન્સ મળ્યું હોય તેમાંથી ૫૦ ટકા લોકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હતા.
રિઝર્વ બેન્કના સંશોધન મુજબ કોવિડ મહામારીને કારણે નોકરી ગુમાવવાથી તેમજ ઈમિગ્રેશન પેટર્નમાં થયેલા ફેરફારને કારણે આ પરિવર્તન થયું હોઈ શકે છે.
નોરકાના ડેટા મુજબ કોવિડને(Covid) કારણે વિશ્વના વિવિધ દેશોમાંથી ૧૪.૭ લાખ કેરળવાસીઓ ભારત પાછા ફર્યા હતા. એમાંથી ૫૯ ટકા યુએઈમાંથી હતા.
પાંચ વર્ષ અગાઉ ભારતમાં આવતા કુલ રેમિટન્સમાંથી લગભગ ૫૦ ટકા ગલ્ફના દેશોમાંથી હતા જે હવે ઘટીને ૩૦ ટકા થયા છે.
પાંચ વર્ષ પહેલા યુએઈ ભારતમાં એનઆરઆઈ યોગદાનની યાદીમાં ટોચ પર હતું પણ હવે નવા ડેટા મુજબ ૨૨.૯ ટકા સાથે આ સ્થાન અમેરિકાએ(USA) હાંસલ કર્યું છે. ૨૦૧૬માં યુએઈથી(UAE) મળતી ડીપોઝિટ ૨૬.૬ ટકા હતી જે હવે ઘટીને ૧૮ ટકા થઈ છે. ૨૦૨૦-૨૧માં ભારતમાં ૩૬ ટકા એનઆરઆઈ રેમિટન્સ અમેરિકા, બ્રિટન અને સિંગાપોરમાંથી(Singapore) આવે છે.
વર્ષ ૨૦૧૫માં લગભગ ૭.૬ લાખ લોકોએ ગલ્ફ દેશોમાં જવા ભારતમાં ઇમિગ્રેશન ક્લિઅરન્સ(Immigartion clearance) પૂર્ણ કર્યું હતું. ૨૦૧૯માં આ સંખ્યા ઘટીને ૩.૫ લાખ થઈ. ૨૦૨૦માં કોવિડ કટોકટી વચ્ચે આ સંખ્યા વધુ ઘટીને ૯૦ હજાર થઈ. મોટાભાગના ઈમિગ્રેશન સાઉદી અરબ(Saudi Arab) તરફના હતા. ૨૦૧૫માં ૩.૧ લાખ લોકો સાઉદી અરબ ગયા જ્યારે ૨૦૧૯માં આ સંખ્યા ૧.૬ લાખ થઈ. યુએઈ ઈમિગ્રેશનની સંખ્યા પણ ૨.૩ લાખથી ઘટીને ૮૦ હજાર થઈ હતી