News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજકીય લડાઈ( Maharashtra political battle) હવે દેશની સર્વોચ્ચ અદાલતના(Supreme Court) દરવાજે પહોંચી ગઈ છે. શિવસેનાના(Shivsena) બળવાખોર મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) પોતાને તથા તેમની સાથે રહેલા અન્ય 15 બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરે(Deputy Speaker) ફટકારેલી નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.
શિંદેના ગ્રુપે આ કાર્યવાહીને 'ગેરકાયદેસર અને ગેરબંધારણીય'('Illegal and unconstitutional) ગણાવવા અને તેને રોકવાનો નિર્દેશ આપવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટની સ્ક્રિપ્ટ મુંબઈ, સુરત અને ગુવાહાટીમાં લખવામાં આવી હતી, પરંતુ જ્યારે મામલો હાથમાંથી બહાર જવા લાગ્યો ત્યારે શિવસેના અને બળવાખોર એકનાથ શિંદેના ગ્રુપની જર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉચક્યું મોટું પગલું- બળવાખોર ધારાસભ્યોના ખાતા આંચકી લીધા- જાણો વિગતે
બંને પક્ષ તરફથી કોર્ટમાં મક્કમતાથી દલીલ રજૂ કરવા માટે દિગ્ગજ વકીલોની ફોજ ઊભી કરવામાં આવી છે. શિંદે જૂથની યાદીમાં પ્રથમ નામ હરીશ સાલ્વેનું(Harish Salve) છે, જ્યારે મુકુલ રોહતગી પણ શિંદે જૂથ વતી દલીલો આપતા જોવા મળશે. તેમની સાથે મનિન્દર સિંહ(Maninder Singh) અને મહેશ જેઠમલાણી પણ શિંદે જૂથનો પક્ષ લેશે.
જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી હૈદરાબાદના જાણીતા વકીલ રવિશંકર જાંધ્યાલને(Ravishankar Jandhyal) સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દલીલો રજૂ કરતા પહેલા રવિશંકર મુંબઈ(Mumbai) પહોંચ્યા હતાં, જ્યાં તેઓ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) પણ મળ્યા.
એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેના ગ્રુપ તરફથી વકીલોની ફોજ તૈયાર કરવામાં પણ કોઈ કસર છોડી નથી. દેશના જાણીતા વકીલ અને નેતા કપિલ સિબ્બલને(Kapil Sibal) જવાબદારી સોંપવામાં આવી છે. ઉદ્ધવ જૂથ વતી સુપ્રીમ કોર્ટના પીઢ વકીલ અભિષેક મનુ સિંઘવી પણ હાજર રહેશે. તેમની સાથે રાજીવ ધવન અને દેવદત્ત કામતનું નામ પણ વકીલોની યાદીમાં છે. આ બંને દિગ્ગજો સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરશે.