ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા છે.
હાલ આ તમામના નમૂના જિનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ ચાલી રહી છે.
જોકે આ તમામ પ્રવાસી તપાસમાં કોરોનામાં સંક્રમિત જોવા મળ્યા છે. પરંતુ તમામ લક્ષણ વગરના અથવા હળવા લક્ષણ ધરાવે છે.
સાર્સ સીઓવી2ના નવા સ્વરૂપ ઓમીક્રોનને લઈને ઉત્પન્ન ચિંતાઓની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.
શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત