News Continuous Bureau | Mumbai
બિહાર(Bihar)ના બેગૂસરાય(Begusurai)માં એક ટ્રેનમાં મોબાઈલ ચોરી(Mobile theft) કરવાનું એક શખ્સને એટલું ભારે પડ્યું છે કે તે હવે જિંદગીમાં ફરી ક્યારેય ચોરી નહીં કરે…
Bad day for this thief.
He was trying to snatch mobile but caught in the hands of The Family man in Samastipur-Katihar Passenger Train
Later he was handed over to Police#Begusarai #Bihar #ViralVideo pic.twitter.com/myS1CY7tXK— Dhiren Patel (@DhirenP66827872) September 15, 2022
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, આ શખ્સે સ્ટેશન પર ટ્રેનની બારી(Train window)માં હાથ નાખીને એક પેસેન્જરનો મોબાઈલ (mobile theft)ચોરવાનો પ્રયાસ કર્યો, પછી પ્રવાસીએ(train passenger) ઉતાવળે ચોરનો હાથ પકડી લીધો. આમાં ટ્રેન ચાલુ થઈ અને ઝપટે ચડેલો ચોર બારીમાં લટકી ગયો. લગભગ 15 કિમી સુધી પેસેન્જરે આ રીતે જ ચોરને લટકાવી રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી
પેસેન્જરોએ આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશન(Sahebapur Kamal Station)થી ખગડિયા (Khagadia)સુધી આવી જ સ્થિતિમાં લટકાવીને લઈ ગયા. આ દરમિયાન ચોર રડતો રહ્યો અને પેસેન્જરને હાથ ન છોડવાની આજીજી કરતો રહ્યો કે હાથ તૂટી જશે ભાઈ, છોડશો નહીં, ભાઈ હું મરી જઈશ. પેસેન્જરોએ પણ ચોરનો હાથ ન છોડ્યો.
જો પેસેન્જરે હાથ છોડ્યો હોત તો તે ટ્રેનની નીચે પડી ગયો હોત અને તેની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત. ત્યારે હવે ચાલતી ટ્રેનની બારીમાંથી ચોરનો લટકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં બ્લેક ફ્રાઇડે- શેરબજાર થયું ક્રેશ- સેન્સેક્સમાં 1093 પોઇન્ટનો ધબડકો- રોકાણકારોનાં કરોડો રૂપિયા સ્વાહા