News Continuous Bureau | Mumbai
મુંબઈની સાથે જ મેટ્રો શહેર(Metro City) ગણાતા પુણેમાં(Pune) ટ્રાફિકની સમસ્યા (Traffic problem) ઘણી મોટી છે. મુંબઈમાં મોટી સંખ્યામાં ફ્લાયઓવર(flyover) હોવા છતાં વધતા જતા વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા જૈસે થે વૈસે જેવી છે. ત્યારે પુણેમાં હવે ટ્રાફિકની સમસ્યાને માત કરવા માટે મલ્ટી લેવલ ફલાયઓવર(Multi level flyover) બાંધવામાં આવવાના છે. કેન્દ્ર સરકારે(Central Govt) મહારાષ્ટ્રના બે જિલ્લામાં ત્રણ માળ ઊંચા ફ્લાયઓવર બનાવવાની યોજના હાથ ધરી છે.
આ મલ્ટી લેવલ ફ્લાયઓવર પુણે-શિરુર(Pune-Shirur), અહમદનગર-ઔરંગાબાદ રોડ (Ahmednagar-Aurangabad Road) પર બનાવવામાં આવવાના છે. તાજેતરમાં તેની જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) પુણેમાં કરી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે સવારે પુણેમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે પુણે વિભાગમાં માર્ગ વિકાસ યોજનાઓની સમીક્ષા કરી હતી. બેઠક બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ચાંદની ચોક પરનો પુલ આગામી બે-ત્રણ દિવસમાં તોડી પાડવામાં આવશે અને તે જ જગ્યાએ નવો પુલ બનાવવામાં આવશે, જેનું ઉદ્ઘાટન આવતા વર્ષે જૂનમાં કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા
નીતિન ગડકરીએ કહ્યું કે પૂણેમાં ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ(Electric double decker busa) શરૂ કરવાની યોજના છે, પરંતુ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની કિંમત વધારે છે. તેના માટે પણ વિવિધ વિકલ્પો છે. કેબલ પર જમીનથી ઉપર દોડતી બસો ઓછી ખર્ચાળ હોય છે. તેના બે પ્રકાર છે. એક બસ અને બીજી ટ્રોલી હશે પરંતુ ઘણા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે. જો નેશનલ હાઈવેની બાજુમાં જગ્યા આપવામાં આવે તો અમે તે જગ્યાએ લોજિસ્ટિક પાર્ક(Logistic Park) બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે લોજિસ્ટિક્સ પાર્ક માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વેદ ભવનના જમીન સંપાદનના પ્રશ્નના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં સમિતિની રચના કરવા સૂચના આપવામાં આવી છે. આ કામ માટેનું ટેન્ડર 2019માં આપવામાં આવ્યું હતું. નવ ખાનગી મિલકતો હસ્તગત કરવાની હતી. આ અંગે કલેક્ટર કામ કરી રહ્યા છે.