ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને મળ્યા હતા. આ મુલાકાત આશરે ૨૦ મિનિટ સુધી ચાલી હતી. જોકે આ મુલાકાત કેમ થઈ હતી એ સંદર્ભે અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
મુંબઈમાં વેક્સિનેશન ડ્રાઇવ પર બ્રેક; બે દિવસ કોઈ વેક્સિન નહીં
એવી શક્યતા છે કે ગત દિવસો દરમિયાન વેક્સિનેશન કાર્યક્રમ પર બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. આ પત્ર લખ્યા બાદ હાઈ કોર્ટમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે વેક્સિનેશન સંદર્ભે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલ તેમ જ મહારાષ્ટ્રના સોલિસિટર જનરલ આશુતોષ કુંભકોણી પણ મોજૂદ હતા.