News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા(NCP Leader) અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે(Former Minister Chhagan Bhujbal) એક કાર્યક્રમ દરમિયાન આપેલા એક સ્ટેટમેન્ટએ જબરદસ્ત હોબાળો મચાવ્યો છે. તેમના આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ (controversial statement) સામે બ્રાહ્મણ સંઘટનોએ(Brahmin Sanghat) વિરોધ નોંધાવ્યો છે.
અખિલ ભારતીય સમતા પરિષદના(All India Equality Council) કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા સમયે ધારાસભ્ય છગન ભુજબળે કહ્યું હતું કે સ્કૂલમાં સરસ્વતી અને શારદા(Saraswati and Sharda) માતાનો ફોટો કેમ જોઈએ? જેને તમે જોયા નથી, જેણે તમને ભણાવ્યા નથી તેમની પૂજા કેમ કરવાની?
દેવીઓના ફોટા લગાવવાને બદલે સાવિત્રીબાઈ ફુલે(Savitribai Phule,), મહાત્મા ફુલે(Mahatma Phule), છત્રપતિ શાહુ મહારાજ(Chhatrapati Shahu Maharaj), બાબાસાહેબ આંબેડકર(Babasaheb Ambedkar), કર્મવીર ભાઉરાઉ પાટીલના ફોટા લગાવવો. જેને તમને જોયા નથી, જેણે તમને ભણાવ્યા નથી. ફક્ત 3 ટકા લોકોને ભણાવ્યા અને અમને દૂર રાખ્યા, તેમની પૂજા શા માટે કરવી? એવો સવાલ પણ ભુજબળે આ સમયે કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મધરાતે NIA અને ATSની છાપામારી – આ જિલ્લાઓમાંથી PFI કાર્યકરોને લીધા અટકાયતમાં
જે લોકોને કારણે તમને શિક્ષણ મળ્યું, અધિકાર મળ્યો, તેમની પૂજા કરો, એ તમારા ભગવાન હોવા જોઈએ. તેમને ભગવાન માનીને તેમની પૂજા કરો. તેમના વિચારોની પૂજા કરો. બાકી ભગવાન વગેરે પછી જોઈશું એવું વિવાદાસ્પદ વિધાન પણ તેમણે કાર્યક્રમમાં કર્યું હતું.
તેમના આ વિધાન સામે બ્રાહ્મણ સંઘટનાએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને સંઘટનના પ્રમુખ આનંદ દવેએ કહ્યું હતું કે રાજ્યમાં વિરોધી પક્ષમાં આવ્યા બાદ જાતીવાદ કરવાનું રાષ્ટ્રવાદી કોંગ્રેસની જૂની પોલિસી છે. છગન ભૂજબળ સામે આકરો વિરોધ છે.