એનસીપી પાર્ટીની ટીખળખોર બેનરબાજી- જે અન્ય પક્ષના નેતા ભાજપમાં ગયા હોય તેમની તપાસ ચાલુ થાય તો એક લાખનું ઇનામ- જુઓ પોસ્ટર

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)તાજેતરમાં શિવસેના સાંસદ સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) ની ધરપકડ કરી છે. રાઉતની ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ED દ્વારા લેવામાં આવી રહેલી કાર્યવાહી પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. દરમિયાન કેટલાક નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં લાવવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ જ ક્રમમાં રાષ્ટ્રવાદી યુથ કોંગ્રેસ(NCP)ના રાજ્ય સચિવ અક્ષય પાટીલે(Akshay Patil) મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર(Aurangabad) માં અલગ-અલગ જગ્યાએ બેનરો લગાવ્યા છે. જેમાં પૂછવામાં આવ્યું છે કે શું કેન્દ્રીય તપાસ એજન્સી(Central investigation agency)ઓએ અત્યાર સુધી ભાજપ(BJP)ના કોઈપણ નેતા સામે આવી જ કાર્યવાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : રાહુલ અને સોનિયા ગાંધી ઇડીની રડાર પર- નેશનલ હેરાલ્ડ કેસ મામલે તપાસ એજન્સીએ આટલા સ્થળો પર પાડ્યા દરોડા 

અક્ષય પાટીલે બેનર પર સવાલ પૂછ્યો છે કે ED, CBI અને ઈન્કમટેક્સ દ્વારા ભાજપના કોઈ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે? અને બીજો સવાલ એ છે કે શું ભાજપમાં ગયા પછી ED, CBI અને ઈન્કમટેક્સ ની કાર્યવાહી થઈ રહી છે. સાથે જ બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ આપશે તેને એક લાખ રૂપિયા મળી શકે છે. હાલ આ બેનરોનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેના કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાય તેવી શક્યતા છે. ભાજપ એનસીપીને શું જવાબ આપે છે તે જોવાનું રહેશે.

Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Exit mobile version