Site icon

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મળી મોટી રાહત, ઠાકરે સરકારે પોતાના આ આદેશને પરત ખેંચ્યો; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે તેણે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ કમિટીના સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા જુહુ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલાના અમુક હિસ્સાને તોડી પાડવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. 

Join Our WhatsApp Community

રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ અમજદ સૈયદ અને અભય આહુજાની બેંચને જણાવ્યું હતું કે તેણે 21 માર્ચનો આદેશ પાછો ખેંચી લીધો છે અને સત્તાવાળાઓ કોઈપણ પગલાં લેતા પહેલા તેમના બંગલામાં કથિત અનિયમિતતાઓને નિયમિત કરવા માટે રાણેની અરજી પર વિચાર કરશે. બેન્ચે રાજ્યની રજૂઆત સ્વીકારી અને તેને "કાયદા અનુસાર" આ મુદ્દા પર કોઈપણ નવી જરૂરી કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી છે .

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મળશે રાહત. ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે

મહારાષ્ટ્ર સરકારના વકીલ આશુતોષ કુંભકોણીએ હાઈકોર્ટને જણાવ્યું કે રાણેના બંગલામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. BMCએ રાણેના બંગલામાં ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા માટે 8 દિવસનો સમય આપ્યો હતો, જેના વિરોધમાં રાણેએ BMCની નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

અહેવાલ મુજબ, નારાયણ રાણેએ તેમની અરજીમાં BMC દ્વારા જારી કરાયેલી નોટિસને ગેરકાયદેસર ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન, રાણે વતી દલીલ કરવામાં આવી હતી કે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે તેમને BMC દ્વારા સમય આપવામાં આવ્યો ન હતો, જેના પર BMCના વકીલોએ દલીલ કરી હતી કે નારાયણ રાણે એક તરફ બોલી રહ્યા છે કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નથી અને બીજી તરફ બીજી તરફ તે તેને નિયમિત કરવા માટે પણ સમય માંગી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  બાલ બાલ બચ્યા મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ મંત્રી, આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત; જાણો કેવી રીતે બની ઘટના

ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેનો મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં 8 માળનો બંગલો છે. આ બંગલામાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ બાદ બીએમસીની ટીમ થોડા દિવસો પહેલા ત્યાં નિરીક્ષણ કરવા પહોંચી હતી. આ ઈન્સ્પેક્શન રિપોર્ટ બાદ BMC દ્વારા નારાયણ રાણેને નોટિસ મોકલવામાં આવી હતી અને 15 દિવસમાં બંગલામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version