Site icon

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..

 News Continuous Bureau | Mumbai

બિહારના(Bihar) મુખ્ય પ્રધાન(Chief Minister) નીતીશ કુમારે(Nitish Kumar) પોતાના તમામ ધારાસભ્યોને(MLAs) પટનામાં બોલાવ્યા છે. એટલું જ નહીં પણ 72 કલાક ત્યાં જ રહેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર કોઈ મોટુ રાજકીય પગલું લેવાના છે.

Join Our WhatsApp Community

બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર ફરી એક વખત રાષ્ટ્રીય જનતા (RJD) દળ સાથે સરકાર બનાવવા બાબતે કોઈ નિર્ણય લઈ શકે છે. RJD નેતા તેજસ્વી યાદવ(Tejaswi Yadav) કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લંડનમાં ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હાલ લંડનમાં છે.

તેજસ્વી યાદવ લંડનથી પાછા આવવાની સાથે  જ નીતીશ કુમાર કોઈ મોટો નિર્ણય લેશે એવું માનવામાં આવે છે. એટલે જ તેઓએ તેજસ્વી યાદવના આવવા પહેલા પોતાના તમામ ધારાસભ્યોને પટના બોલાવી લીધા છે.

આ સમાચાર પણ વાંચો :  હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

ચર્ચા મુજબ બિહારમાં રાજકીય સમીકરણો(Political equations) બદલવાના પાછળ બિહારમાં જોવા મળેલા ધટનાક્રમને મોટું કારણ માનવામાં આવે છે. જેમાં નીતીશના JDU  અને લાલુનો RJD બંને જાતિ આધારિત મતગણના કરાવવા માટે સહમત થયા છે. જ્યારે JDUનો સાથી પક્ષ ભાજપ(BJP) તે માટે તૈયાર નથી. છતાં નીતીશકુમાર તેના પર મક્કમ રહ્યા છે. એ સિવાય નીતીશ કુમાર પરોક્ષ રૂપે લાલુ પ્રસાદ(Lalu Prasad) પરિવાર પર સીબીઆઈએ(CBI) મારેલા છાપાને લઈને પોતાના હાથ ઉપર કરી દીધા છે  અને તે માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. એટલું જ નહીં પણ થોડા સમય પહેલા જ તેજસ્વી યાદવ અને નીતીશ કુમાર બંનેએ એકબીજાની ઈફ્તાર પાર્ટીમાં પણ હાજરી પુરાવી હતી. જે નવા સમીકરણોનો સંકેત આપી રહ્યા હોવાનું કહેવાય છે.

એટલું જ નહીં પણ નીતીશ કુમારના JDU ક્વોટાથી કેન્દ્ર સરકારમાં(Central Government) મંત્રી આરસીપી સિંહની(RCP Singh) રાજ્યસભાની મેમ્બરશીપને(Rajya Sabha membership) લઈને મોં બંધ રાખ્યું છે, તેને જોતા એવું જણાય છે કે JDU કેન્દ્રમાં ભાજપની સરકારથી અલગ થવાનું વિચારી રહી છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version